Our Associates

Words From Our Associates!

ગુજરાતમાં વસતા રબારી એન્જીનીયરો દ્વારા ડીસેમ્બર ૨૦૧૩ માં લગભગ ૩૫૦ જેટલા એન્જીનીયરો ભેગા મળીને એક મીટીન્ગનું આયોજન કરી રબારી એન્જિનિયર્સ એસોસિયેશન બનાવવાનો નિર્ધાર કરી ચેરીટી કમીશનર અમદાવાદ ખાતે નોધણી કરવામાં આવેલ, જેનો મુખ્ય હેતુ સમાજના એન્જીનીયરીંગમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને ટેકનીકલી તેમને પડતી મુશ્કેલીઓ અંગે સેમીનાર મારફત જ્ઞાનવર્ધક જાણકારી પૂરી પડાવી અને એન્જીનીયરીંગમાં અભ્યાસ કરતા સમાજના તેજસ્વી તારલાઓને શિષ્યવૃતિ મારફત મદદ કરવી. આવા વિધાર્થીઓને શિષ્યવૃતિ આપવાનું વિચારેલ.પરંતુ મર્યાદિત ફંડના કારણે આનો વધારે વિસ્તાર થઇ શકતો નહતો પરંતુ આ દરમ્યાન મારા અમેરિકાના પ્રવાસ દરમ્યાન શ્રીમાન તુકારામ ભાઈ ( રેસુ ) અને શ્રીમતી લીનાબેન જોડે આ અંગે વિસ્તૃત ચર્ચા થયા પછી તેમના તરફથી ખુબજ સારો પ્રતિભાવ મળેલ અને પ્રથમ વર્ષે જ રૂપિયા ૫૫,૦૦૦/ અમોને શિષ્યવૃતિ પેટે મળતાં અમારી કાર્યવાહક સમિતિનો ઉત્સાહ ખુબજ વધેલ. દરમ્યાન આપે ઉદાર હાથે મદદ ચાલુ રાખી ૨૦૧૫-૧૬ માં ૫૫,૦૦૦/, ૨૦૧૬-૧૭ માં ૨,૬૦,૦૦૦/, ૨૦૧૭-૧૮ માં ૪,૩૦,૦૦૦/, ૨૦૧૮-૧૯ માં ૩,૫૦,૦૦૦/, ૨૦૧૯-૨૦ માં ૫,ર૦,૦૦૦/ આમ કુલ ૧૬,૧૫,૦૦૦/ જેટલી માતબર રકમ જે આપે અમોને ઓનલાઈન દ્વારા અમારા રબારી એન્જીનીયર્સ એસોસિએસનના ખાતામાં જમા આપેલ અને અમોએ ગુજરાતભરના રબારી સમાજના તેજસ્વી તારલાઓને ડાયરેક્ટ તેમના બેંક ખાતામાં શિષ્યવૃતિ પેટે જમા કરાવેલ. અમારી આ પારદર્સકતા જોઈ ચાલુ સાલે આપે ધોરણ ૧૦ પાસ કરનારને પણ સ્કોલરશીપ આપવાનું વિચારેલ છે. આપશ્રી આપના પિતાશ્રી સ્વ. નાથાભાઈ રત્નાભાઈ સાવધારીયાના કરેલ કાર્યોને આગળ ધપાવી રહ્યા છો એટલે દિગંત આત્માને સ્વર્ગમાં ખુબજ અનુભુતી મળશે જ. આમ સમાજ પ્રત્યે નો પ્રેમ અને આપની ઉદારતા માટે અમો અમારી સંપૂર્ણ ટીમ વતી આપના અને રેસુના ખુબ ખુબ આભારી છીએ. આપશ્રી અત્યારે આપનાં ટ્રસ્ટ ની નવી વેબસાઈટ લોન્ચ કરી રહ્યા છો ત્યારે રબારી એન્જીયર્સ એસોસિયેસન ખુબજ આનંદ ની લાગણી અનુભવે છે અને શુભેચ્છા પાઠવે છે.

અમ્રીતભાઈ બેચરભાઈ દેસાઈ
પ્રમુખ

Governing Council

Advisor Committee