About us

about
about

About Us!

સ્વ. નાથાલાલ રત્નાભાઈ સાવધારીયા તથા સ્વ પુનાબેન નાથાલાલ સાવધારીયા કેળવણી મંડળ, સ્વ. નાથાલાલ રત્નાભાઈ સાવધારીયાની દીર્ઘ દ્રષ્ટિનું ફલસ્વરૂપ છે. સ્વ. નાથાલાલ રત્નાભાઈ સાવધારીયાએ ઈ.સ. ૧૯૩૭માં ભારતીય રાયકા મંડળની રચના કરી અને આર્થિક સહાય દ્વારા સક્ષમ બનાવી. સ્વ. નાથાલાલ રત્નાભાઈ સાવધારીયાએ આ મંડળના પ્રમુખ તેમજ કેળવણી મંડળમાં રહી સ્કુલ તેમજ હોસ્ટેલ નિર્માણનું ભગીરથ કાર્ય પૂર્ણ કર્યું. આમ લોકઉપયોગી સંસ્થાનોની દોરીસંચારની યશગાથાની શરુઆત આ મંડળથી થઈ. ઈ.સ. ૧૯૩૮માં ડભોડા ગામમાં તેમને રબારી બોર્ડીંગ શરુ કરી. તે થકી તેઓ રબારી સમાજના વિધાર્થીઓને આર્થિક સહાય, પુસ્તકો, રહેવા તથા જમવાની વ્યવસ્થા પૂરી પડતા. ઈ.સ. ૧૯૪૬માં રબારી કેળવણી ફંડની સ્થાપના થઈ અને તેમાં રબારી બાળકોના શૈક્ષણિક વિકાસ માટે સ્કોલરશીપ આપનાર સ્વ. નાથાલાલ રત્નાભાઈ સાવધારીયા પ્રથમ હતા. ૫૧ વર્ષની વયે તેમના અવસાન બાદ તેમની આ કાર્યપ્રણાલી સ્વ.ગોવિંદભાઇ રત્નાભાઈ સાવધારીયા એ સંભાળી.જેના દ્વારા રબારી જ્ઞાતિના વિદ્યા ઈચ્છુક વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરવા આર્થિક સહાય પ્રાપ્ત થઈ શકે.

પ્રેરણાદાયી અને યાદગાર ઇતિહાસ!

 • ૧૯૩૨ શ્રી નાથાલાલ રત્નાભાઇ સાવધારીયા દ્વારા રબારી સમાજના વિદ્યાર્થીઓના શિક્ષણમાં ઊંડો રસ દાખવેલ.

  અમારા માતાપિતા, રબારી સમાજમાં વિદ્યાર્થીઓના શિક્ષણના સ્તરને એક નવી ઊંચાઈ આપી તેના ઉત્થાન કરવા માટે, નમ્ર તેમજ ઉમદા દંપતી તરીકે જાણીતા છે. અમારા પિતા શિક્ષણવિદ હતા. તેમનો મંત્ર હતો: પહેલા તમે પ્રગતિ કરો અને પછી બીજાને પ્રગતિ કરવામાં સહાય કરો. તેઓએ વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતાને પ્રેરણા આપી કે જીવનમાં પ્રગતિ માટે ધોરણ ૧૦ એટલેકે મેટ્રિક પછીનું શિક્ષણ અનિવાર્ય છે. શ્રી નાથાલાલ રત્નાભાઇ સાવધારીયા રબારી (માલધારી) સમુદાયની મુશ્કેલીઓ દૂર કરવાના તેમના નિષ્ઠાવાન પ્રયાસો માટે પણ જાણીતા હતા. તેમનું જીવન સરળ તેમજ સેવાથી ભરપુર હતું. રબારી સમુદાયના તમામ વિસ્તારોના વિદ્યાર્થીઓને તેઓ પોતાના ઘરે આવકારતા, જ્યાં તેઓ વિદ્યાર્થીઓને જમવાનું તેમજ શાળા / કોલેજની ફી વગેરે પણ આપતા. માનશીભાઇ દેસાઇ સાથે તેમણે “રાયકા મંડળ” ની સ્થાપના કરી અને 1946 માં તેમણે “રબારી કેળવણી મંડળ” ની પણ સ્થાપના કરી. તેમજ તેમણે રબારી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા માટે રૂ. 5000.00 નું દાન આપ્યું અને સાથેસાથે કૉમર્શિયલ મકાન પણ આવક પેદા કરવા આપ્યું. તેઓ વિદ્યાર્થીઓને મદદ કરવામાં ઉદાર હતા. તેમના અનુસંધાનમાં લખાયેલ પ્રશંસાપત્રો તેમની દયા અને ઉદારતાને પ્રતિબિંબિત કરે છે.

 • ૧૯૫૪ શ્રી નાથાલાલ રત્નાભાઈ સાવધારીયાએ 19.02.1954 ના રોજ અંતિમ પ્રણામ કરી દેહ છોડ્યો.

  શ્રી નાથાલાલ રત્નાભાઇ સાવધારીયાનું 51 વર્ષની વયે આકસ્મિક અવસાન એ તેમના પરિવાર માટે ખુબજ દુખદ હતું. તે સમયે તેમના પરિવારમાં શ્રીમતી પુનાબેન, તેમના છ પુત્રો અને ત્રણ પુત્રીઓ શિક્ષણના ક્ષેત્રે તેમના અવિસ્મરણીય યોગદાનની ઝાંખી તેમની યાદગીરીમાં વિદ્યાર્થીઓ દ્વારા લખાયેલ તેમના માટેના પ્રશંસાપત્રોમાં છલકાય છે. શ્રી નાથાલાલ રત્નાભાઇ સાવધારીયાના કુટુંબનું ગુજરાન કેવી રીતે ચાલ્યું ? શ્રી નાથાલાલ રત્નાભાઇ સાવધારીયાનું આકસ્મિક અવસાન તેમના સમગ્ર પરિવાર માટે ખૂબ જ મુશ્કેલ અને પીડાદાયક હતું. રાતોરાત તેમનો પરિવાર શ્રીમંતમાંથી આર્થિકભીષમાં આવી ગયો. તે સમયે અમારા માતા શ્રીમતી પુનાબેન નાથાલાલ રત્નાભાઇ સાવધારીયા અને મોટા ભાઈ શ્રી કરસનભાઇ અમારા પાલનહાર અને તેમની પત્ની કમુબેનએ તેમની કુશળતા અને શક્તિને જોડીને અમારું પાલન કર્યું અને અમારો સર્વાંગી વિકાસ કર્યોં. શ્રીમતી પુનાબેન નાથાલાલ સાવધારીયાએ ઘરના દૈનિક ખર્ચની કાળજી લેવા ફાર્મનું સંચાલન કરવાનું શરૂ કર્યું જેના થકી તેમના બાળકોના શિક્ષણ ખર્ચ માટે ચૂકવણી કરી શકાય. કરસનભાઇએ કૌટુંબિક વ્યવસાયની સંભાળ લીધી અને અમારી સંપત્તિનું સંચાલન પણ ખુબજ સારી રીતે કર્યું. અમારા પિતાની જેમ જ તેઓ પણ શિક્ષણ પ્રત્યે રૂચી તેમજ જુસ્સો ધરાવતા હતા. માટે તેમણે જ તેમના ભાઈ-બહેનોને કોલેજ અભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યા હતા. તે દરમ્યાન અમારા કાકા ગોવિંદભાઈએ રબારી સમાજના જરૂરતમંદ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની કાળજી લીધી.

 • ૧૯૬૨ શ્રીમતી પુનાબેન નાથાલાલ સાવધારીયાએ 15.03.1962 ના રોજ આ દુનિયાની વિદાય લીધી.

  આઠ જ વર્ષના ટુંકા ગાળામાં અમારા પરિવાર પર આપત્તિ રૂપે બીજું દુઃખ તૂટી પડ્યું. જયારે અમારી માતા શ્રીમતી પુનાબેન નાથાલાલ સાવધારીયાનું અવસાન થયું. શ્રીમતી પુનાબેન નાથાલાલ સાવધારીયાને વિધિત હતું કે તેના સૌથી નાના પુત્ર સિવાય તેમના દરેક પુત્ર કોલેજ અભ્યાસમાં તેમજ કારકિર્દીમાં આગળ વધી ચુક્યા હતા જેને પરિણામે તેઓ સુખરૂપ આ દુનિયા છોડી ગયા. ફરી કરસનભાઇએ અમારા સૌથી નાના ભાઈને તેની કોલેજની પસંદગી તેમજ અભ્યાસ માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું.

 • ૧૯૬૮ સમય જતાં ધીરે ધીરે દરેક ભાઈએ ઈચ્છિત પ્રગતિ કરી.

  જાન્યુઆરીમાં, મેં (તુકારામે) પૂજ્ય કરસનભાઇને ઉચ્ચ શિક્ષણ અર્થે યુએસએ જવાની ઇચ્છા પ્રગટ કરી. કોઈ ખચકાટ વિના તેમણે મારી ઈચ્છા સ્વીકારી. તેમણે કહ્યું કે આપણા પ્રિય બાપુજી મને યુ.કે. મોકલવા માટે તૈયાર હતા અને હવે મને એવું લાગે છે કે આપણે આપણી બાપુજીની ઈચ્છા પૂરી કરી રહ્યા છીએ. બોમ્બેમાં, શ્રી જીવણભાઇ અને તેમના પત્ની ઉષાબેન, મારા એમએસ ડીગ્રી માટે યુએસએ જવાના નિર્ણયથી આનંદિત થયા.તેઓએ પરિવારના સભ્યોના શિક્ષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.કરસનભાઇ અને તેના બાળકોને બાદ કરતાં, દરેક ભાઈઓનો પરિવાર યુએસએ જઈ સ્થાયી થઈ ગયો છે.

 • ૨૦૦૪ અમારા સમગ્ર પરિવારે બાપુજી શ્રી નાથાલાલ રત્નાભાઇ સાવધારીયાની 50 મી પુણ્ય તિથિની ઉજવણી કરી.

  શ્રી નાથાલાલ રત્નાભાઇ સાવધારીયાની જીવન સફર અને તેમના સત્કર્મો થકી અમે ઘણું શીખ્યા તેમજ અમને સત્કર્મો કરવાની પ્રેરણા પણ પ્રાપ્ત થઈ. આ પ્રસંગે અમે બે વિચાર અમલમાં મુકવાનો નિર્ણય કર્યો. જેમાં એક તો જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મદદ કરવાનો તેમજ બીજો બાપુજી શ્રી નાથાલાલ રત્નાભાઇ સાવધારીયાની બે સંપત્તિ - બંગલો અને અમારા ફાર્મનો સદુપયોગ કરવાનો હતો.

Reflects Inspirational and Memorial history

 • 1932 Shri Nathalal Ratnabhai Savdharia takes a keen interest in the education of Rabari students.

  Our parents, humble, noble, and astonishing couple were well known in Rabari Samaj, for uplifting the education level of Rabari students. Our father was an Educationalist. His Mantra was: first you progress, and then help others to progress. They inspired students and their parents that education beyond matric level is necessary to progress in life. They were also well known for their sincere efforts to resolve difficulties for the Rabari (Maldhari) community. Their life was simple, content, and full of service. Students in all areas of the Rabari community were welcome at their home, where they were provided food and school/college fees, etc… With Manshibhai Desai he established “Rayka Mandal” and in 1946 he established “Rabari Kelavly Mandal,'' donated Rs 5000.00 as well as a commercial building to generate income in order to give scholarships to Rabari students. He was liberal in helping students. The attached testimonials reflect his kindness and generosity.

 • 1954 Shri Nathalal Ratnabhai Savdharia left this world on 19.02.1954

  Shri Nathalal Ratnabhai Savdharia’s sudden death at age 51 was devastatingly sad for the family he left behind: Shrimati Punaben, their six sons and three daughters. In the subject of Education the best memorial is the Attached testimonial How Family Survived? Did we meet our father’s Mantra? It was very difficult and painful. Overnight, our cash flow dropped from wealthy to poor status. Our dear mother and eldest brother Shri Karsanbhai (aka our godfather) and his wife, dear Kamuben, combined their talents and strength to nurture us and allow us to continue to thrive. Mother took care of day to day home expenses; she began to manage the farm which paid for her children’s education expenses. Karsanbhai took care of the family business and managed our assets. Just like our father, he had passion for education and encouraged his siblings to pursue our college preference. Our beloved uncle, Govind Kaka took care of giving scholarships to students.

 • 1962 Shrimati Punaben Nathalal Savdharia left this world on 15.03.1962

  Eight years later, another shattering loss to our family. Yet, we suppose that mother passed away peacefully, knowing that except for her youngest, each son advanced to college. Again. Karsanbhai stepped up to encourage his youngest brother to choose a college of his preference.

 • 1968 Slowly but steadily, each brother progressed reasonably.

  In January, I (Tukaram) express my wish to Pujya Karsanbhai for higher education in USA. Without any hesitation, he accepted my wish. He said that our beloved Bapuji was ready to send me to U.K and now I feel that we are fulfilling our Bapuji’ wish. In Bombay, Shri Jivanbhai and his wife, dear Ushaben, were very happy about me going to USA for MS degree. They took important role in education of family members. With the exception of Karsanbhai and his children, each brother’s family has emigrated and settled in the USA.

 • 2004 We celebrated the 50th Punya tithi of our beloved Bapuji.

  We learned a lot about Bapuji’s life journey and his many good deeds. This event reinvigorated the thought process to help needy students and/or the idea to make good use of Bapuji’s two assets: the Bungalow and our farm.