સ્વ. નાથાલાલ રત્નાભાઈ સાવધારીયા તથા સ્વ પુનાબેન નાથાલાલ સાવધારીયા કેળવણી મંડળ પાસેથી સ્કોલરશીપ મેળવી અનેક રબારી વિદ્યાર્થીઓના જીવનમાં પ્રગતી સાંપડી અને ઉન્નતિના શીખરો સર કરી શક્યા. જેમાંના એક સ્વ. વિરાભાઈ ચૌહાણ અમેરિકામાં વસવાટ કરતાં હતા. પરંતુ આજથી ૫૦ વર્ષ પૂર્વે જયારે તેમને CA ના અભ્યાસ માટે ૧૫૦૦ રૂપિયા જેવી માતબર રકમ જમા કરાવવાની હતી જે આજના ૧૫ લાખ બરાબર થાય ત્યારે તેઓ પોતે ૧૦૦૦ રૂપિયા ભેગા કરી શક્યા હતા. ત્યારે પણ સ્વ નાથાલાલ રત્નાભાઈ સાવધારીયાએ પોતાની આર્થિક કટોકટીની પરીસ્થિતિ હોવા છતાંય ૫૦૦ રૂપિયાની સ્કોલરશીપ પાછા ન આપવાની શરતે આપી હતી. આવી ઉદારતા અને કૃતજ્ઞતાને કારણે અનેક વિદ્યાર્થીઓ સ્વ નાથાલાલ રત્નાભાઈ સાવધારીયાને આજની ઘડીએ પણ યાદ કરે છે અને પોતાના સંસ્મરણો મારફતે શ્રધાંજલિ અર્પે છે.